ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન, રાજકારણથી બોલિવૂડ સુધી શોકની લાગણી

0
ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન, રાજકારણથી બોલિવૂડ સુધી શોકની લાગણી
Views: 49
0 1

Read Time:5 Minute, 51 Second

ભારતીય અને મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં હૃદયરોગના હુમલાથી નિધન થયું હોવાના અહેવાલ છે. ગુરુવારે વહેલી સવારે ગોવામાં આવેલા તેમના ફ્લેટમાં છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમની તબિયત વધુ લથડી હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ તેમને બચાવવાના પ્રયાસો કર્યા, જોકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

રાત્રે મિત્રને કર્યો હતો મેસેજ

ગોવાની મણિપાલ હોસ્પિટલના ડૉક્ટર શેખર સાલકરે ઘટનાક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, નાના પાટેકરે રાત્રે લગભગ 2:30 વાગ્યે પોતાના એક મિત્રને તબિયત સારી ન હોવાનો મેસેજ કર્યો હતો. સવારે આશરે 4 વાગ્યે મિત્ર તેમના ફ્લેટ પર પહોંચ્યા ત્યારે નાના પાટેકર ભારે પરસેવાથી લથબથ હતા અને તેમની હાલત ગંભીર જણાઈ રહી હતી.

ત્યારબાદ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમને બોલાવવામાં આવી હતી. મેડિકલ ટીમ ફ્લેટ પર પહોંચી ત્યારે નાના પાટેકર અચેત થઈ ગયા હતા. એમ્બ્યુલન્સમાં જ તેમને CPR આપવામાં આવ્યું હતું. હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ આશરે 45 મિનિટ સુધી તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે, સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મેડિકો-લીગલ કેસ હોવાથી તેમના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ગોવા મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

લાંબી અને યાદગાર રહી ફિલ્મી સફર

નાના પાટેકરે વર્ષ 1978માં આવેલી ફિલ્મ ‘ગમન’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ‘પરિંદા’, ‘ક્રાંતિવીર’, ‘અગ્નિસાક્ષી’, ‘ખામોશી’, ‘અબ તક છપ્પન’, ‘વેલકમ’ અને ‘નટસમ્રાટ’ સહિત અનેક યાદગાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

તેમના દમદાર સંવાદ, અલગ અંદાજ અને સશક્ત અભિનયને કારણે તેમણે ભારતીય સિનેમામાં આગવી ઓળખ બનાવી હતી. તેમને ત્રણ નેશનલ ફિલ્મ એવોર્ડ ઉપરાંત પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ફેબ્રુઆરી 2026માં રિલીઝ થયેલી વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘O’Romeo’ તેમની છેલ્લી ફિલ્મ હોવાનું જણાવાયું છે.

સામાજિક કાર્યમાં પણ આપ્યું મહત્વનું યોગદાન

નાના પાટેકર માત્ર અભિનેતા તરીકે જ નહીં, પરંતુ સામાજિક કાર્યકર તરીકે પણ જાણીતા હતા. ‘નામ ફાઉન્ડેશન’ના માધ્યમથી તેમણે મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો માટે અનેક સામાજિક કાર્યો કર્યા હતા. ખેડૂતો અને જરૂરિયાતમંદોની મદદ માટે કરવામાં આવેલા તેમના પ્રયાસોને કારણે તેમને સમાજમાં પણ વિશેષ સન્માન મળ્યું હતું.

રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યો શોક

નાના પાટેકરના નિધનના સમાચાર બાદ રાજકીય અને ફિલ્મ જગતમાંથી શોક સંદેશાઓનો પ્રવાહ શરૂ થયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપતા તેમને પડદા પર અને વ્યક્તિગત જીવનમાં પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ ગણાવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ નાના પાટેકરના નિધનને આઘાતજનક ગણાવ્યું હતું. તેમણે નાના પાટેકર સાથેના પોતાના કૌટુંબિક સંબંધોને યાદ કરતાં તેમના અભિનય અને ખેડૂતો માટેના સામાજિક કાર્યને યાદ કર્યું હતું.

બોલિવૂડની હસ્તીઓએ પણ વ્યક્ત કરી લાગણી

અભિનેતા અક્ષય કુમારે નાના પાટેકરને યાદ કરતાં કહ્યું કે તેઓ એવા કલાકારોમાંના એક હતા જેમને દર્શકોનું ધ્યાન ખેંચવા માટે કોઈ વધારાના પ્રયાસની જરૂર પડતી નહોતી. તેમનો અવાજ, જુસ્સો અને દરેક પાત્ર પ્રત્યેની પ્રામાણિકતા તેમને અન્ય કલાકારોથી અલગ બનાવતી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ નાના પાટેકરના નિધનને કલાજગત માટે અપૂરણીય ક્ષતિ ગણાવી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમના સશક્ત અભિનય અને પ્રભાવશાળી સંવાદોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

સુનેત્રા અજિત પવારે પણ નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મંચથી લઈને મોટા પડદા સુધી અનેક પાત્રોને અમર બનાવનાર એક સાચા કલાકારને દેશે ગુમાવ્યો છે. ખેડૂતો અને વંચિતો માટે તેમનું કાર્ય હંમેશા યાદ રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *