રાજઘાટ પર રાહુલ ગાંધી, બેંગ્લુરુમાં CJP અને પટનામાં તેજસ્વી યાદવના દેખાવો

0
રાજઘાટ પર રાહુલ ગાંધી, બેંગ્લુરુમાં CJP અને પટનામાં તેજસ્વી યાદવના દેખાવો
Views: 12
0 0

Read Time:3 Minute, 56 Second

લોકતંત્ર બચાવો’ અભિયાન હેઠળ દેશભરમાં વિપક્ષના વિરોધ પ્રદર્શન
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે દિલ્હી, લખનઉ, પટના અને બેંગ્લુરુમાં રેલીઓ
રાહુલ ગાંધીનો આક્ષેપ- મોદી, શાહ, ભાગવત અને જ્ઞાનેશ કુમારે કાવતરું ઘડી દેશને હાઈજેક કર્યો

નવી દિલ્હીમાં મતદાર યાદીમાં સુધારા માટેની ‘SIR’ પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓના આક્ષેપોને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષના વિરોધ પ્રદર્શન ગુરુવારે પણ ચાલુ રહ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોકના નેતાઓએ દિલ્હીમાં દેખાવો કર્યા હતા. આ સાથે લખનઉ, પટના અને બેંગ્લુરુમાં પણ ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયા હતા.

દિલ્હીમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ જંતર-મંતર તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. લગભગ બે કલાક બાદ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ફરી ચૂંટણી પંચની કચેરી તરફ જવાનો પ્રયાસ કર્યો હતો.

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માંગે છે, પરંતુ તેમને વારંવાર રોકવામાં આવી રહ્યા છે. તેમણે નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત અને જ્ઞાનેશ કુમાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે કથિત કાવતરાના કારણે દેશના બંધારણને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને મત ચોરી કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્ઞાનેશ કુમારના વિરોધમાં વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે.

ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ‘SIR’ પ્રક્રિયાને લઈને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેલંગાણામાં પણ ઈન્ડિયા બ્લોકના નેતાઓ અને કાર્યકરોએ ‘લોકતંત્ર બચાવો’ અભિયાન હેઠળ રેલી યોજી હતી.

બીજી તરફ બેંગ્લુરુના ફ્રીડમ પાર્કમાં CJPના સ્થાપક અભિજિત દીપકેના નેતૃત્વમાં ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દીપકેએ આક્ષેપ કર્યો હતો કે ‘SIR’ પ્રક્રિયા હેઠળ મતદારોના નામ દૂર કરવાનો હેતુ ભાજપનો વિરોધ કરતા લોકોને મતદાનથી વંચિત રાખવાનો છે. આ દરમિયાન મહિલાઓની સુરક્ષા અને વધતા ગુનાઓના મુદ્દે પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

પટનામાં RJDના કાર્યકારી અધ્યક્ષ તેજસ્વી યાદવના નેતૃત્વમાં વિપક્ષના કાર્યકરોએ માર્ચ યોજી હતી. તેજસ્વી યાદવ, સાંસદ મીસા ભારતી સહિતના નેતાઓએ શહીદ સ્મારકથી લોકભવન તરફ કૂચ કરી હતી. જોકે, ચૂંટણી પંચની કચેરી પહોંચે તે પહેલાં જ પોલીસે તેમને અટકાવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *