ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તરીકે પ્રથમ વખતના કોર્પોરેટર રૂપસિંહ ઠાકોરની વરણ

0
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તરીકે પ્રથમ વખતના કોર્પોરેટર રૂપસિંહ ઠાકોરની વરણ
Views: 5
0 0

Read Time:2 Minute, 29 Second

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તરીકે 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે તેઓ પ્રથમ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે અને સીધા મેયરપદ સુધી પહોંચ્યા છે. મંગળવારે ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં અંજના મહેતાને ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

ગત મહિને યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો પર જીત મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. બીજી તરફ કોંગ્રેસે કરમજીતસિંહ વાઘેલાને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂપસિંહ ઠાકોરનો પરિવાર વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે. તેઓ વોર્ડ નંબર-4માંથી ચૂંટાયા છે અને ઠાકોર સેના સાથે પણ સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ રેતી સહિતની બાંધકામ સામગ્રીના સપ્લાયના વ્યવસાય સાથે જોડાયેલા છે.

ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયેલા અંજના મહેતાના પતિ સુરેશ મહેતા અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર રહી ચૂક્યા છે. જ્યારે વોર્ડ નંબર-9માંથી ચૂંટાયેલા મહેન્દ્ર પટેલ બે વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ ગાંધીનગર જિલ્લાની સહકારી બેંક સાથે સંકળાયેલા છે અને અગાઉ ભાજપના ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે.

આ ઉપરાંત જશપાલસિંહ બિહોલાને ગાંધીનગર મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે અને સેજલ પરમારને ભાજપના વ્હીપ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જશપાલસિંહ બિહોલા રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *