આસામના કાઝીરંગામાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રક અને વિદ્યાર્થીઓથી ભરેલી મિની બસ વચ્ચે ટક્કર, 26 લોકોનાં મોત

0
આસામના કાઝીરંગામાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રક અને વિદ્યાર્થીઓથી ભરેલી મિની બસ વચ્ચે ટક્કર, 26 લોકોનાં મોત
Views: 12
0 0

Read Time:2 Minute, 24 Second

આસામના કાઝીરંગામાં ટ્રક અને વિદ્યાર્થીઓથી ભરેલી મિની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 26 લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાથમિક તપાસ મુજબ મિની બસની ઝડપ ખૂબ વધારે હોવાને કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ બસ સામેથી આવી રહેલી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. બસમાં સવાર મોટાભાગના લોકો વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે.

અકસાન્તની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં કેટલાક મુસાફરો બંને વાહનોની વચ્ચે ફસાઈ ગયા હતા. ઘાયલોને સારવાર માટે કોહોરા મોડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

ગોલાઘાટના વરિષ્ઠ પોલીસ અધિકારી સ્વપ્રનીલ ડેકાએ જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન અકસ્માતનો ભોગ બનેલી મિની બસના ટ્રાફિક ચલણની વિગતો પણ સામે આવી છે. બસ સામે અગાઉ 12 ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા, જેની કુલ રકમ ₹38,500 ભરવામાં આવી હતી. જોકે, ₹4,000નું એક ચલણ હજુ બાકી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં આસામ સરકારના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી અતુલ બોરા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બીજી તરફ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed