અમદાવાદમાં સરકારી આવાસ અપાવવાના નામે રૂ. 50 લાખની ઠગાઈ, 23 લોકો બન્યા શિકાર

0
અમદાવાદમાં સરકારી આવાસ અપાવવાના નામે રૂ. 50 લાખની ઠગાઈ, 23 લોકો બન્યા શિકાર
Views: 6
0 0

Read Time:2 Minute, 24 Second

અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી મકાનો અપાવવાની લાલચ આપીને 23 લોકો સાથે કુલ રૂ. 50.04 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ચાંદલોડિયામાં રહેતા ઘનરાજ યાદવ અને નિકુંજ ભરવાડ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીઓએ મકાન અપાવવાના બહાને લોકો પાસેથી એડવાન્સ અને દસ્તાવેજના નામે નાણાં વસૂલ્યા હતા.

મેમનગરમાં રહેતા નરેશ પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા. વર્ષ 2024માં તેમના પાડોશી ઘનરાજ યાદવે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સરકારી મકાન અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ નરેશ અને તેમનાં પત્નીને વંદે માતરમ રોડ પર 1 BHKનું મકાન બતાવી તેની કિંમત આશરે રૂ. 8 લાખ હોવાનું જણાવ્યું હતું.

ઘનરાજે મકાન ન મળે તો એડવાન્સની રકમ પરત કરવાની ખાતરી આપતાં નરેશે વિશ્વાસ કરીને એપ્રિલ 2024માં રૂ. 1.16 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ મકાન ફાળવાઈ ગયું હોવાનું કહી દસ્તાવેજ કરાવવાના નામે વધુ રૂ. 73,500 વસૂલ્યા હતા.

23 સપ્ટેમ્બર 2024ના રોજ દસ્તાવેજ કરાવવા નરેશને ગોતા મામલતદાર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યારબાદ પણ વારંવાર બહાના બતાવી સમય પસાર કરવામાં આવ્યો હતો અને ન તો મકાન આપવામાં આવ્યું કે ન તો પૈસા પરત કરવામાં આવ્યા.

આ દરમિયાન તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓએ નરેશ પ્રજાપતિ સહિત અન્ય 22 લોકો પાસેથી પણ સરકારી આવાસ અપાવવાના બહાને નાણાં વસૂલ્યા હતા. કુલ 23 લોકો પાસેથી રૂ. 50,04,000 ઉઘરાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આખરે નરેશ પ્રજાપતિએ બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *