ગિરનાર લીલી પરિક્રમામાં જળસંકટ ઘેરાયું: નદી-નાળા સૂકાતાં શ્રદ્ધાળુઓ રાત્રિ રોકાણ ટાળશે, એક જ દિવસમાં યાત્રા પૂર્ણ કરવાની તૈયારી

0
ગિરનાર લીલી પરિક્રમામાં જળસંકટ ઘેરાયું: નદી-નાળા સૂકાતાં શ્રદ્ધાળુઓ રાત્રિ રોકાણ ટાળશે, એક જ દિવસમાં યાત્રા પૂર્ણ કરવાની તૈયારી
Views: 11
0 0

Read Time:2 Minute, 4 Second

જૂનાગઢના ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા પર આ વર્ષે પાણીની તંગીનું સંકટ ઊભું થયું છે. પરિક્રમા માર્ગ પર આવેલા નદી-નાળા, ઝરણાં અને વોંકળા સૂકાઈ જતાં યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની અછતને કારણે શ્રદ્ધાળુઓ જંગલમાં રાત્રિ રોકાણ કરવાને બદલે એક જ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરવાનું પસંદ કરી શકે છે.

પરંપરા મુજબ ગિરનારની લીલી પરિક્રમા ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ જંગલમાં અલગ-અલગ સ્થળોએ પડાવ નાખીને રોકાય છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા યાત્રિકો એકથી બે દિવસમાં પરિક્રમા પૂર્ણ કરતા થયા છે.

આ વર્ષે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે. સામાન્ય રીતે ચોમાસા બાદ પરિક્રમા માર્ગ પરના કુદરતી જળસ્ત્રોત પાણીથી ભરેલા રહેતા હોય છે, જેનો ઉપયોગ યાત્રિકો ન્હાવા, કપડાં ધોવા અને રસોઈ બનાવવા માટે કરતા હોય છે. પરંતુ આ વખતે મોટાભાગના જળસ્ત્રોતો સૂકાઈ ગયા છે.

વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા માર્ગ પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અન્ય ઉપયોગ માટે પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે જંગલમાં રાત્રિ રોકાણ કરવું યાત્રિકો માટે મુશ્કેલ બની શકે છે.

પાણીની અછતની અસર અન્નક્ષેત્રો અને ઉતારા મંડળો પર પણ પડી શકે છે. આવી સ્થિતિમાં લાખો શ્રદ્ધાળુઓ આ વર્ષે લાંબો સમય જંગલમાં રોકાવાને બદલે વહેલી તકે પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરે તેવી શક્યતા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed