મહિલા કલેક્ટર સાથે જાતીય સતામણીના આરોપથી તમિલનાડુમાં ખળભળાટ, TVK ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો; હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી

0
મહિલા કલેક્ટર સાથે જાતીય સતામણીના આરોપથી તમિલનાડુમાં ખળભળાટ, TVK ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો; હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી
Views: 7
0 0

Read Time:4 Minute, 56 Second

તમિલનાડુમાં કલ્લાકુરિચીની મહિલા જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાધારી TVK પક્ષના ધારાસભ્ય અરુલ વિગ્નેશ સામે જાતીય સતામણીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ધારાસભ્યે કથિત રીતે મહિલા કલેક્ટરને અશ્લીલ WhatsApp મેસેજ મોકલ્યા હતા અને નશાની હાલતમાં તેમના સરકારી નિવાસસ્થાને પહોંચીને અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ છે. આ મામલે સમયસર કાર્યવાહી નહીં કરવા બદલ મદ્રાસ હાઈકોર્ટે મુખ્યમંત્રી જોસેફ વિજયના નેતૃત્વવાળી સરકારની આકરી ટીકા કરી છે.

સરકારની કામગીરી સામે હાઈકોર્ટના સવાલો

મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ લક્ષ્મીનારાયણને રાજ્ય સરકારની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે 31 જુલાઈના રોજ પ્રથમ વખત આક્ષેપો સરકારના ધ્યાન પર આવ્યા હોવા છતાં અત્યાર સુધી અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? શું સરકાર કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહી છે?

સરકાર તરફથી પબ્લિક પ્રોસિક્યુટર આર. જ્હોન સત્યને કોર્ટને જાણ કરી હતી કે ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. જોકે, આ જવાબથી કોર્ટ સંતુષ્ટ થઈ નહોતી અને સમગ્ર મામલામાં જવાબદારી નક્કી કરવા ભાર મૂક્યો હતો.

તપાસ માટે કમિટી રચવાનો આદેશ

હાઈકોર્ટે સમગ્ર ઘટનાની તપાસ માટે તાત્કાલિક સમિતિ રચવાનો રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. સાથે જ ફરિયાદી મહિલા અધિકારીની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે મહિલાનો હોદ્દો ગમે તે હોય, તેની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થઈ શકે નહીં. ચીફ સેક્રેટરી હોય કે સફાઈકર્મી, દરેક મહિલાને જાતીય સતામણીથી રક્ષણ મળવું જોઈએ.

સોશિયલ મીડિયા પર ઓળખ જાહેર થતાં કોર્ટ નારાજ

મહિલા કલેક્ટરની ઓળખ જાહેર ન કરવાનો અગાઉ નિર્દેશ આપવામાં આવ્યો હોવા છતાં સોશિયલ મીડિયા પર તેમની ઓળખ છતી કરતી વિગતો વાયરલ થતાં કોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી.

સરકારે દલીલ કરી હતી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનો સીધો નિયંત્રણ નથી. જોકે, કોર્ટે આ દલીલ ફગાવીને જણાવ્યું હતું કે રાજ્ય પાસે પોતાની સાયબર ક્રાઇમ વ્યવસ્થા છે અને પીડિતાની ઓળખ જાહેર થતી અટકાવવા જરૂરી પગલાં લેવાં જોઈએ.

SPથી ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવાની સૂચના

સુનાવણી દરમિયાન એવી માહિતી પણ સામે આવી હતી કે મહિલા કલેક્ટરે પોતાની ફરિયાદમાં જિલ્લા પોલીસ અધિક્ષક (SP)નું નામ પણ સામેલ કર્યું છે. આથી હાઈકોર્ટે તપાસની નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે જિલ્લા SPથી ઉપરના સ્તરના અધિકારીને તપાસ સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

શું છે સમગ્ર મામલો?

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આશરે ત્રણ મહિના પહેલાં TVK ધારાસભ્ય અરુલ વિગ્નેશે મહિલા કલેક્ટરને કથિત રીતે અશ્લીલ WhatsApp મેસેજ મોકલ્યા હતા અને તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ ઉપરાંત નશાની હાલતમાં કલેક્ટરના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હોવાનો પણ આરોપ છે.

આ મામલે DMK સાંસદ કનિમોઝીએ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ 12 નવેમ્બરના રોજ DMK અને AIADMK બંને વિપક્ષી પક્ષોએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને ફરિયાદો સોંપીને તપાસની માગ કરી હતી.

જોકે, ધારાસભ્ય અરુલ વિગ્નેશે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે આક્ષેપોને રાજકીય ષડયંત્ર ગણાવી અશ્લીલ WhatsApp મેસેજ મોકલવાનો પણ ઇનકાર કર્યો છે. હવે મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશ બાદ આ મામલે તપાસ અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *