દ્વારકામાં ભીડનો લાભ લઈ ચોરી કરતી બે ગેંગના 15 સાગરીતો ઝડપાયા

0
દ્વારકામાં ભીડનો લાભ લઈ ચોરી કરતી બે ગેંગના 15 સાગરીતો ઝડપાયા
Views: 6
0 0

Read Time:1 Minute, 59 Second

દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યાત્રાળુઓની ભારે ભીડનો લાભ લઈ ચોરી કરતી બે અલગ-અલગ ગેંગના 15 શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1.86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

SOG PI વી.એ. રાણા અને તેમની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા બે ચોર ટોળકીના સભ્યો દ્વારકામાં યાત્રાળુઓને નિશાન બનાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે પ્રથમ ગેંગના નવ અને બીજી ગેંગના છ મળી કુલ 15 શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 71,310 રોકડ, 14 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 1,86,810ની કિંમતનો સામાન કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ દ્વારકાધીશ મંદિર તથા આસપાસના ભીડભાડવાળા વિસ્તારોમાં યાત્રાળુઓની નજર ચૂકવી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ તપાસમાં આરોપીઓમાંથી મોટાભાગના અગાઉ પણ ઘરફોડ ચોરી, ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી, ખિસ્સા અને પાકીટ ચોરી, સોના-ચાંદીના દાગીનાની ચોરી, ચેન સ્નેચિંગ, ભંગાર ચોરી, મારામારી અને પ્રોહિબિશન જેવા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ સામે દ્વારકા પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *