Yes TV

News Website

રાજકોટમાં  સિંહની ગર્જના અને પ્રકૃતિનો પમરાટ :ગીર ની વનરાજી જીવંત થઈ: વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અજિતભાઈ ભટ્ટ નું સન્માન કરી કલાના કસબીને બિરદાવી નવો ચીલો ચાતર્યો

રાજકોટમાં  સિંહની ગર્જના અને પ્રકૃતિનો પમરાટ :ગીર ની વનરાજી જીવંત થઈ: વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અજિતભાઈ ભટ્ટ નું સન્માન કરી કલાના કસબીને બિરદાવી નવો ચીલો ચાતર્યો
Views 44

કલાકારની સાધના અને મંત્રીશ્રીની સંવેદના: વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કિંમતી સમય ફાળવી  અજીતભાઈ ભટ્ટના તસવીર પ્રદર્શનને રસપૂર્વક નિહાળી કલાનું સન્માન કર્યું.*

*નિવૃત્તિની મૂડી પ્રકૃતિના ચરણે ધરનાર શિક્ષકની કલાને મળ્યું રાજકીય પ્રોત્સાહન: વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ક્લાપ્રેમી ભાજપ અગ્રણી  રાજુભાઇ ધ્રુવે  એ વધાવ્યો અજીતભાઈનો કલા-યજ્ઞ.*

રાજકોટ:

રંગીલા રાજકોટના હાર્દ સમાન રેસકોર્સ સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે તાજેતરમાં પ્રકૃતિ અને વન્યજીવ સૃષ્ટિના અદભૂત સમન્વય સમાન બે દિવસીય તસવીર પ્રદર્શન સંપન્ન થયું. આ પ્રદર્શન પાછળ ધારીના વતની અને ૧૧ વર્ષ પૂર્વે શિક્ષક તરીકે નિવૃત્ત થયેલા શ્રી અજીતભાઈ ભટ્ટનો નિઃસ્વાર્થ પુરુષાર્થ રહેલો છે. તેમણે પોતાની જીવનભરની જમાપૂજી અને પેન્શનના નાણાં ખર્ચીને ગીરના જંગલોની જે દુર્લભ ક્ષણો કેમેરામાં કંડારી છે, તેને યોગ્ય મંચ મળી રહે તે માટે રાજુભાઈ ધ્રુવ સતત પ્રયત્નશીલ રહ્યા હતા.

આ પ્રદર્શનની સૌથી વિશેષ અને યાદગાર ક્ષણ ત્યારે બની જ્યારે રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજુભાઈ ધ્રુવના વિશેષ આગ્રહ અને નિમંત્રણને માન આપી પ્રદર્શન નિહાળવા પહોંચ્યા. સામાન્ય રીતે ઉચ્ચ પદસ્થ મહાનુભાવો પ્રોટોકોલ ને અનુસરતા હોય છે વર્તતા હોય છે, પરંતુ મંત્રીશ્રીએ અહીં એક તસ્વીર પ્રદર્શન ની મુલાકાત લઇ પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો. તેમણે પોતાના અત્યંત વ્યસ્ત શિડ્યુલમાંથી ખાસ્સો સમય ફાળવીને પ્રદર્શનની પ્રત્યેક તસવીરને અત્યંત રસપૂર્વક નિહાળી હતી. વન્ય જીવોની એક-એક મુદ્રા અને કુદરતના રંગોને કલાકાર અજીતભાઈએ કેવી રીતે આત્મસાત કર્યા છે, તેની ઝીણવટભરી માહિતી મંત્રીશ્રીએ કલાકાર પાસેથી મેળવી હતી.

રાજ્યના એક વરિષ્ઠ મંત્રી જ્યારે સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવતા કલાકારને આટલો સમય આપે અને તેની કલામાં ઊંડો રસ લે, ત્યારે તે માત્ર મુલાકાત મટીને એક સામાજિક સંદેશ બની જાય છે. મંત્રીશ્રીએ અજીતભાઈ ભટ્ટને સાલ ઓઢાડીને જે ઉષ્માભર્યું સન્માન કર્યું, તેણે પ્રસ્થાપિત કર્યું કે પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં વર્તમાન સરકાર કલા અને કલાકારની કદર કરવામાં હંમેશા અગ્રેસર છે. 

આ પ્રસંગે રાજુભાઈ ધ્રુવે મંત્રીશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાની આ સહજતા અને કલા-પ્રેમ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સત્તા જ્યારે કલાને પ્રોત્સાહન આપે ત્યારે કલાકારો તથા કલાજગત -સમાજમાં એક નવી ઊર્જાનો સંચાર થાય છે.કલાકારો ની કલા ને પ્રોત્સાહન અને અભિવ્યક્તિ માટે મંચ-પ્લેટફોર્મ મળવા થી કલા નો ઉત્તમ વિકાસ થાય છે.વન્યજીવન ઉપર ના તસ્વીરકલા  પ્રદર્શન માં વનમંત્રી ઉપસ્થિત રહી કલા અને કલાકાર ને બિરદાવે તેની કલા નું સન્માન કરે તે સોના માં સુગંધ ભળવા જેવી વાત છે અને મંત્રીશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા જે રીતે ટૂંકી નોટિસે ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો આભાર માનું છું.

પોતાના પ્રવચનમાં મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “અજીતભાઈએ જે રીતે પોતાની આજીવિકાની મૂડી પ્રકૃતિ પાછળ ખર્ચી છે, તે આજના યુગમાં વિરલ છે. વન અને વન્ય જીવો પ્રત્યેની તેમની આ નિષ્ઠા નવી પેઢી માટે માર્ગદર્શક છે. સરકાર હંમેશા આવા નિઃસ્વાર્થ કલાકારોની પડખે ઊભી રહેશે.નિવૃત શિક્ષક કે જેમણે વિદ્યાર્થીઓ ની અનેક પેઢીઓ ને શિક્ષા અને સંસ્કાર આપતા આપતા પ્રકૃતિ અને કળા ની સાધના કરી છે તેવા કુદરત-પ્રકૃતિ ના  અભ્યાસુ શ્રી અજિતભાઈ ભટ્ટ કે જે ૭૧ વર્ષ ની ઉંમરે પણ વન વગડા-ગીર ના જંગલ માં જઈ વન્યજીવન વિશે સંશોધન કરે અને કેમેરા માં કંડારી લોકો સમક્ષ મૂકે તે સન્માન અને  પ્રશંસા ને પાત્ર છે.

આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે રાજુભાઈ ધ્રુવના સતત માર્ગદર્શન હેઠળ પ્રદર્શનમાં વિનોદભાઈ પંડ્યા, આર.ડી. વ્યાસ અને સુરેશ નાકરાણી,અમિતભાઇ ધ્રુવ નું પણ વિશેષ યોગદાન રહ્યું હતું. રાજુભાઈ ધ્રુવ દ્વારા અજીતભાઈને આગામી સમયમાં આવા વધુ પ્રદર્શનો યોજવા માટે અને કલાને જીવંત રાખવા માટે પૂરો સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. રાજકોટ ના હજારો કલાપ્રેમીઓએ ડો શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ની મુલાકાત લઈ શ્રી અજિતભાઈ ભટ્ટ ની  આ તસવીરી સફરને વધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *