Yes TV

News Website

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ
Views 7

વડાપ્રધાન Narendra Modiએ બુધવારે Pahalgamમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દેશ ક્યારેય આ ભયાનક ઘટનાના પીડિતોને ભૂલી શકશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ દુઃખદ ક્ષણે સમગ્ર દેશ એકજૂથ થઈને ઉભો છે અને ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં.

22 એપ્રિલના રોજ પહલગામની સુંદર બાઈસરન વેલીમાં બનેલી આ હૃદયવિદારક ઘટનાએ સમગ્ર દેશને ઝંઝોડી નાખ્યો હતો. સહેલાણીઓ જ્યારે કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ અચાનક અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો. હુમલાખોરોએ લોકોને નામ અને ધર્મ પૂછીને નિશાન બનાવ્યા હતા અને મહિલાઓ તથા બાળકોની સામે જ નિર્દોષ લોકોની નિર્દયી રીતે હત્યા કરી હતી. આ કાયરતાપૂર્ણ હુમલામાં કુલ 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ હુમલા બાદ ભારતીય સેનાએ કડક જવાબ આપ્યો હતો. “ઓપરેશન સિંદૂર” અંતર્ગત સરહદ પાર પાકિસ્તાનમાં છુપાયેલા આતંકીઓના 9 ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 100થી વધુ આતંકવાદીઓ ઠાર થયા હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ 28 જુલાઈ, 2025ના રોજ “ઓપરેશન મહાદેવ” હેઠળ પહલગામ હુમલાના મુખ્ય આરોપી આતંકીઓને શોધી કાઢીને મારવામાં આવ્યા, જેને સેનાની મોટી સફળતા માનવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *