Yes TV

News Website

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી સાવરકુંડલા સ્ટેટ હાઈવેના બે કટકા થયા

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી સાવરકુંડલા સ્ટેટ હાઈવેના બે કટકા થયા
Views 11

Screenshot

અમરેલી જિલ્લામાં બે દિવસ અગાઉ ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની ભયાનક આવકના કારણે મોટી હોનારત સર્જાઈ હતી. વરસાદના કારણે નદીઓ અને હાઈવે પર પાણી ફરી વળતા જનજીવન અને વાહનવ્યવહાર પર ભારે અસર પડી.

અમરેલી-સાવારકુંડલા સ્ટેટ હાઈવે પર ઓલિયા નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં હાઈવે માર્ગ ધોવાઈ ગયો. પાણીની પ્રચંડ ગતિના કારણે સ્ટેટ હાઈવેના બે ભાગ થઈ ગયા..જેને પગલે હાઈવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો અને રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બીજી તરફ ભારે વરસાદના કારણે અમરેલી સ્ટેટ હાઈવે પર આવેલી કરેણ નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના પૂરના પાણી લાપાળીયા ગામમાં ઘૂસી જતાં આખું ગામ પાણી-પાણી થઈ ગયું. લાપાળીયા ગામ હાલમાં આસપાસ પાણીથી ઘેરાઈને બેટમાં ફેરવાઈ ગયું હતું. જો કે હાલ સ્થિતિ સામાન્ય કરવા પ્રયાસો ચાલી રહ્યા છે અને વરસાદની ગતિ ધીમી પડતા જનજીવન પાટે ચડી રહ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *