Yes TV

News Website

ઓપરેશન મ્યુલ હન્ટ 2.0માં મોટી કાર્યવાહી: સુરત-અમદાવાદથી 4 સાયબર ગઠિયા ઝડપાયા, કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ

ઓપરેશન મ્યુલ હન્ટ 2.0માં મોટી કાર્યવાહી: સુરત-અમદાવાદથી 4 સાયબર ગઠિયા ઝડપાયા, કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ
Views 6

ગુજરાતમાં સાયબર ગુનાઓ સામે ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ CCOE (સાયબર ક્રાઇમ સેલ ઓફ એક્સલન્સ)એ ત્રણ અલગ-અલગ મહત્વના કેસોમાં ચાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પર બનાવટી પેઢીઓના નામે બેંક ખાતાં ખોલાવી દેશભરમાં થયેલી સાયબર છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરાવવાનો આરોપ છે.

તપાસ દરમિયાન વસ્ત્રાલના રહેવાસી વિશાલ ડોડિયાની ધરપકડ કરવામાં આવી છે. તેના નામે ચાલતા એક બેંક ખાતા સામે દેશભરમાં 253 ફરિયાદો નોંધાઈ હતી અને તેમાં રૂ. 161 કરોડથી વધુની સાયબર છેતરપિંડીની રકમ ટ્રાન્ઝેક્શન થઈ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે ખાતું ખોલાવ્યા બાદ તેની કિટ દુબઈ મોકલી દેવામાં આવી હતી, જ્યાંથી તેનું સંચાલન થતું હતું.

બીજા કેસમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક હેકિંગ પ્રકરણમાં સુરતના મોહમંદ ખાલિક ગુલામ હુસેન અને સોયબ ગુલાબનબી રાણાની ધરપકડ કરવામાં આવી છે. હેકિંગ બાદ બેંકની રકમ 139 અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેમાંથી એક ખાતું ઝડપાયેલા આરોપીનું હોવાનું સામે આવ્યું છે. તપાસ મુજબ આ નાણાં બાદમાં મુંબઈ મોકલવામાં આવતા હતા.

આ ઉપરાંત ગોમતીપુરના અફઝલપીર મોહમંદ મન્સૂરીની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું કે તે દેશભરમાં થયેલી રૂ. 53.55 કરોડની સાયબર છેતરપિંડીની રકમ સાયબર માફિયા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. આ કેસમાં અગાઉ CCOE 10 આરોપીઓને ઝડપી ચૂકી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 દરમિયાન તપાસાયેલા 197 શંકાસ્પદ બેંક ખાતાઓમાંથી 60 ખાતાં સામે દેશભરમાં 132થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને સાયબર ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *