Yes TV

News Website

ઈસનપુરમાં પત્નીના નામે બેંક ખાતું ખોલાવી ગેમિંગ સ્કેમના બહાને લાખોનું સાયબર ફ્રોડ :  એક ઝડપાયો

ઈસનપુરમાં પત્નીના નામે બેંક ખાતું ખોલાવી ગેમિંગ સ્કેમના બહાને લાખોનું સાયબર ફ્રોડ :  એક ઝડપાયો
Views 7

Screenshot

શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક ચોંકાવનારો સાયબર ફ્રોડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પત્નીના નામે બેંક ખાતું ખોલાવી કમિશનની લાલચે સાયબર ક્રાઇમના લાખો રૂપિયા ટ્રાન્સફર અને વિડ્રો કરવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમ સ્ક્વોડની તપાસ દરમિયાન સમગ્ર મામલો બહાર આવતા પોલીસે એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે વાસણા વિસ્તારના અન્ય બે મુખ્ય સૂત્રધારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે, NCCRP પોર્ટલ પર 3 અલગ-અલગ રાજ્યોમાંથી ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ સ્ક્વોડે રેકેટનો ભાંડો ફોડ્યો છે.

ઈસનપુર વટવા રોડ પર જેઠાભાઈની વાવ પાસે આવેલી ગાયત્રી નગરમાં રહેતા ધર્મેન્દ્રસિંગ જોગેન્દ્રસિંગ પંજાબી નામના શખ્સે તેની ઓછું ભણેલી પત્ની હરજીતકૌરના નામે બેંક ઓફ બરોડા, ઘોડાસર બ્રાન્ચમાં ખાતું ખોલાવ્યું હતું. આશરે બે-ત્રણ વર્ષ પહેલાં ધર્મેન્દ્રસિંગની મુલાકાત વાસણામાં રહેતા અેક યુવક અને તેના મિત્ર પૃથ્વી સાથે થઈ હતી. બંનેએ ધર્મેન્દ્રસિંગને લાલચ આપી હતી કે, ‘અમે ગેમિંગના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે બેંક એકાઉન્ટ શોધી રહ્યા છીએ, જેમાં જે રકમ આવશે તેના ૧૦ ટકા તમને કમિશન પેટે મળશે’. કમિશનની લાલચમાં આવીને ધર્મેન્દ્રસિંગે તેની પત્નીના ખાતાની વિગતો આ ઠગોને સોંપી દીધી હતી. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ આ બેંક ખાતામાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા લાખો રૂપિયા જમા થયા હતા. ધર્મેન્દ્રસિંગે વાસણાના  યુવક અને પૃથ્વીની હાજરીમાં બેંકમાં જઈને ચેક દ્વારા રૂ. ૯,૯૦,૦૦૦ રોકડા ઉપાડીને આ બંનેને સોંપી દીધા હતા અને પોતાનું કમિશન મેળવી લીધું હતું. 

આ સાયબર ફ્રોડ અંગે દેશના 3 અલગ-અલગ રાજ્યોમાંથી નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ફરિયાદો નોંધાઈ હતી, જેના આધારે આ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. ઈસનપુર સાયબર સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઈ એન.આર. સોલંકી અને તેમની ટીમે સમન્વય પોર્ટલની યાદીના આધારે ઘોડાસર બેંક ઓફ બરોડામાં તપાસ કરી હરજીતકૌરના ઘરની ભાળ મેળવી હતી. ઘરના સર્ચ દરમિયાન પૂછપરછ કરતા ધર્મેન્દ્રસિંગે ગુનાની તમામ કબૂલાત કરી લીધી હતી. આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મયુરકુમાર અશોકભાઈએ સત્તાવાર રીતે ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંગ પંજાબીની ધરપકડ કરી છે અને પૃથ્વી (રહે. વાસણા) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૭(૫) અને ૫૪ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *