અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની તૈયારીઓ તેજ કરી છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે જેસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઇલેક્ટ્રિક (EV) બાઇક પર પેટ્રોલિંગ કર્યું હતું.
ખાસ કરીને કોટ વિસ્તાર અને અન્ય સંવેદનશીલ વિસ્તારોની સાંકડી ગલીઓમાં મોટા વાહનો પહોંચી શકતા ન હોવાથી પોલીસ માટે EV બાઇક અસરકારક સાબિત થઈ રહી છે. આ બાઇકની મદદથી પોલીસ સરળતાથી ગલીઓમાં પહોંચી સતત પેટ્રોલિંગ કરી રહી છે અને દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોવાથી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓએ રૂટનું સ્થળ પર નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પોલીસનું કહેવું છે કે સતત પેટ્રોલિંગ અને સઘન બંદોબસ્તના કારણે સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.












Leave a Reply