Yes TV

News Website

અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા

અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા
Views 9

અમદાવાદ: ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના નવા-નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે સાયબર ઠગો ટ્રાફિક મેમો (RTO ચલણ)ના નામે લોકોને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે કાર્યરત 35 વર્ષીય યુવક સાથે આવી જ એક ગંભીર ઓનલાઈન છેતરપિંડી થઈ છે, જેમાં તેણે 11.87 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

મળતી માહિતી મુજબ, યુવકના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી RTO ચલણની વિગતો જોવા માટે APK ફાઈલ મોકલવામાં આવી હતી. યુવકે અજાણતાં આ ફાઈલ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી હતી અને તેમાં પોતાની વ્યક્તિગત માહિતી દાખલ કરી હતી. ત્યારબાદ તેનો મોબાઈલ અચાનક હેંગ થઈ ગયો હતો.

સાયબર ઠગોએ માલવેર દ્વારા મોબાઈલનો કંટ્રોલ મેળવી લીધો હતો, જેના કારણે તેના ફોન પર સતત OTP આવવા લાગ્યા હતા. જોકે, તે સમયે યુવકે આ અંગે ખાસ ધ્યાન આપ્યું નહોતું.

બીજા દિવસે સવારે બેંકના મેસેજ ચેક કરતાં તેને ખાતામાંથી અનેક ટ્રાન્ઝેક્શન થયાની જાણ થઈ હતી. યુવક તાત્કાલિક બેંક પહોંચ્યો હતો, જ્યાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સાયબર ઠગોએ તેના બેંક ખાતામાંથી કુલ 11.87 લાખ રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *