લખનૌમાં બનેલી આગની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે શહેરભરની શિક્ષણ સંસ્થાઓ અને ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટી ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોમાં ખામીઓ જોવા મળતાં 17 શિક્ષણ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે એક સંસ્થાને સીલ કરવામાં આવી છે.
વસ્ત્રાલ, થલતેજ, સેટેલાઇટ, માનસી ચાર રસ્તા, નવરંગપુરા અને નારણપુરા સહિતના વિસ્તારોમાં કરાયેલી તપાસ દરમિયાન નવકાર ડિજિટલ ઇન્સ્ટિટ્યૂટનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ સમાપ્ત થઈ ગયેલું હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ફાયર એક્સટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, વિદ્યુત સુરક્ષા અને અવરજવરના માર્ગો સંબંધિત ખામીઓ બદલ 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાઓને નોટિસ પાઠવવામાં આવી છે. તંત્રએ ચેતવણી આપી છે કે નિયત સમયમર્યાદામાં ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો સંબંધિત સંસ્થાઓ સામે સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોટિસ અપાયેલી સંસ્થાઓમાં એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટ, આકાશ એજ્યુકેશન સર્વિસિઝ, અલોહા ક્લાસિસ, અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ, અનએકેડેમી, આયાતન એકેડેમી, પી.એમ. ભટ્ટ ટ્યુશન ક્લાસ, સિગ્મા નોવો ક્લાસિસ, ફ્યુચર પથ એજ્યુકેશન, આહુજા એજ્યુકેશન, યશ ક્લાસિસ, પરેશ જે. સોલટ ક્લાસિસ, જી-ટેક કમ્પ્યુટર એજ્યુકેશન, દ્વારકેશ એજ્યુકેશન, યથાશક્તિ એજ્યુકેશન, જે.કે. શાહ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને રાજશ્રી સ્ટડી સેન્ટરનો સમાવેશ થાય છે.













Leave a Reply