અમદાવાદ: ગીતામંદિર વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલા આશરે 70 ગેસ સિલિન્ડરોમાં થયેલા ભયંકર બ્લાસ્ટ બાદ શહેરમાં ગેસ સિલિન્ડરના સ્ટોરેજ અને પરિવહનને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ઘટનાએ ફાયર સેફ્ટી નિયમોના અમલ અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
નિયમો અનુસાર શહેરી વિસ્તારમાં ગેસ સિલિન્ડરના ગોડાઉન રાખવા તેમજ મોટી સંખ્યામાં ભરેલા સિલિન્ડર સાથેના ટ્રકોને ભીડભાડવાળા વિસ્તારોમાં પ્રવેશ આપવાનો પ્રતિબંધ છે. તેમ છતાં અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં સુરક્ષા નિયમોની ખુલ્લેઆમ અવગણના થઈ રહી હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ શહેરમાં દરરોજ 500થી 700 જેટલા ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકો બેરોકટોક ફરી રહ્યા છે, જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્ર પર નિયમોના કડક અમલની જવાબદારી હોવા છતાં બેદરકારી અને સંભવિત મિલીભગતના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
બીજી તરફ શહેરના ખોડીયારનગર, બહેરામપુરા, સરખેજ અને નારોલ જેવા વિસ્તારોમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું નેટવર્ક પણ સક્રિય હોવાનું સામે આવ્યું છે. રહેણાંક વિસ્તારોમાં થતી આવી જોખમી પ્રવૃત્તિઓના કારણે મોટી જાનહાનિની શક્યતા નકારી શકાય તેમ નથી.













Leave a Reply