Yes TV

News Website

પેરિસમાં PM મોદીનું ભારતીય સમુદાયને સંબોધન: ‘12 વર્ષમાં ભારતનો વિકાસ બમણો થયો’

પેરિસમાં PM મોદીનું ભારતીય સમુદાયને સંબોધન: ‘12 વર્ષમાં ભારતનો વિકાસ બમણો થયો’
Views 7

ફ્રાન્સની રાજધાની પેરિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધતા ભારતની વિકાસયાત્રા અને ભારત-ફ્રાન્સ સંબંધોની મજબૂતાઈ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પેરિસને રોશની, રંગો અને નવીનતાનું શહેર ગણાવતાં કહ્યું કે અહીં વસતા ભારતીયોએ પોતાની મહેનત અને સંસ્કૃતિથી શહેરને વધુ સમૃદ્ધ બનાવ્યું છે.

ભારતીય સમુદાયની વિવિધતાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું કે પેરિસમાં ભારતનો દરેક ખૂણો જોવા મળે છે. તેમણે કહ્યું કે તમિલ, ગુજરાતી, પંજાબી, મરાઠી અને બંગાળી સહિત વિવિધ રાજ્યોના લોકો અહીં ભારતની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું કે વિદેશમાં વસતા ભારતીયો ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

પીએમ મોદીએ પોતાના કાર્યકાળની વાત કરતાં જણાવ્યું કે સતત 12 વર્ષ સુધી દેશની સેવા કરવાનો અવસર મળવો તેમના માટે ગૌરવની બાબત છે. તેમણે કહ્યું કે ભારતના લોકશાહીની તાકાતે એક સામાન્ય ચા વેચનારને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યો છે.

વિકાસના આંકડાઓ રજૂ કરતાં તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં ભારતની જીડીપી, એરપોર્ટોની સંખ્યા, યુનિવર્સિટીઓ અને હાઈવે નેટવર્ક બમણું થયું છે. સાથે જ દેશની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારતે વિશ્વસ્તરે મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સામાજિક પરિવર્તન અંગે તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં આશરે 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર નવા ભારતની વિકાસગાથા માત્ર આર્થિક પ્રગતિ પૂરતી સીમિત નથી, પરંતુ તે સામાજિક સશક્તિકરણ અને સર્વાંગી વિકાસની પણ કહાની છે.

ભારતીય સમુદાયના ઉત્સાહભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કરતાં વડાપ્રધાને જણાવ્યું કે તેઓ 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ સાથે અહીં આવ્યા છે અને વિદેશમાં વસતા ભારતીયો દેશની સૌથી મોટી શક્તિઓમાંથી એક છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *