Yes TV

News Website

બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બંધ ટ્રક પાછળ ડમ્પર ઘૂસ્યું, એકનું મોત, બે ગંભીર ઇજાગ્રસ્ત

બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બંધ ટ્રક પાછળ ડમ્પર ઘૂસ્યું, એકનું મોત, બે ગંભીર ઇજાગ્રસ્ત
Views 4

અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પંચર પડતાં સાઈડમાં ઊભી રાખવામાં આવેલી ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલું ડમ્પર ધડાકાભેર ઘૂસી ગયું હતું. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રકમાં અચાનક પંચર પડતાં ચાલક અને તેનો સાથીદાર રોડની સાઈડમાં ટ્રક ઊભી રાખીને ટાયર બદલવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલા ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર સીધું જ બંધ ટ્રકના પાછળના ભાગે અથડાયું હતું.

ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રક નજીક ઊભેલા એક વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ડમ્પરનો આગળનો ભાગ અને કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ડમ્પરચાલક કેબિનમાં ફસાઈ જતા સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ કેબિન તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો.

અકસ્માતમાં ટ્રકચાલક અને ડમ્પરચાલક બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *