અમદાવાદના નારણપુરા ગામ ખાતે રહેતા રામુભાઇ દરજીના ઘરે આશરે 100 વર્ષ જૂનું રામદેવપીર મહારાજનું મંદિર આવેલું છે.આ મંદિરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવપીર મહારાજના પાઠ ,સત્સંગ,ભજન સંધ્યા અને વેશભૂષાનો કાર્યક્રમ તારીખ: 3 મેં,શનિવાર ના રોજ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમ્યાન મહારાજશ્રી દ્વારા જ્યોત પ્રકટાવીને શુભારંભ કરાવ્યો હતો.ત્યારબાદ આરતી અને અન્ય કાર્યક્રમ શરુ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત ન્યુ રામદેવ ભજન મંડળ દ્વારા પ્રસંગને અનુરૂપ ભજનો ગાઈને તથા સુંદર રીતે વેષભૂષાના કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા.