
માત્ર થોડા વરસાદમાં જ અમદાવાદ શહેર પાણી-પાણી થઈ ગયું છે. CTM વિસ્તારમાં આજે પડેલા સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
માત્ર થોડા જ વરસાદમાં સમગ્ર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. CTM વિસ્તારમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા છે.
રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને તેમના ઘરની બહાર કરવાના રોજીંદા કામોમાં સમસ્યાઓ આવી રહી છે.રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, એવામાં હવે લોકો તંત્ર સામે રોષે ભરાયા છે. લોકોએ મહાનગર પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો.પાણી ભરાઈ જવાને કારણે હેરાન થઈ રહેલા એક સ્થાનિકે જણાવ્યું કે અમારા ઘરે પ્રસંગ છે પણ કોર્પોરેશનના કારણે આ પ્રસંગ બગડ્યો.
પાણી ભરાઈ જતા હાલાકીનો સામનો કરી રહેલા સ્થાનિકે જણાવ્યું કે AMC કોઈ કામ નથી કરતું, અમારે હેરાન થવું પડે છે. દર વર્ષે વોટ લેવા આવે પણ પછી એક પણ કોર્પોરેટર અમારી સ્થિતિ જોવા નથી આવતા.CTM જેવા વિસ્તાર કે જ્યાં વધુ વસ્તી અને વાહનવ્યવહાર છે, ત્યાં મ્યુનિસિપલ તંત્રના આવા મેનેજમેન્ટને લઈને લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.
