
ગુજરાત પોલીસ દીવમાં જઈને દારૂની કરે છે ખરીદી કરી આવે છે કે શું? દીવમાં પોલીસની ગાડીમાં જઇને જ દારૂ ખરીદવામાં આવ્યો હોવાનો દાવો કરતો એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. રોયલ વાઈન શોપ નામની એક દુકાનમાંવ થી કાળી થેરીમાં દારૂની ખરીદી કરીને એક વ્યક્તિ પોલીસની ગાડીમાં બેસી જતો જોઇ શકાય છે. હાલ તો આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.વીડિયોમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ કાળા રંગની થેલીમાં દારૂ લઈને આવે છે. દારૂ લઈને વ્યક્તિ પોલીસની ગાડી બેસી જાય છે. દારૂ ખરીદનાર ગુજરાત પોલીસના કર્મચારી હોવાનો પણ દાવો થઇ રહ્યો છે. ભાવનગર પોલીસની ગાડી હોવાનો વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસની ગાડીમાં આવેલા વ્યક્તિઓની તપાસ કરવા માંગ ઉઠી છે. દારૂ ખરીદીને ક્યાં લઈ જવામાં આવ્યો અને કોના માટે લઇ જવામાં આવ્યો તે મોટો સવાલ છે. દીવથી પરત જતી વખતે પોલીસની કારનું ચેકિંગ નથી થતું.ગુજરાત પોલીસને દારૂની તલપ લાગી કે સરકારી ગાડી લઇને દારૂનું શોપિંગ કરવા માટે પહોંચી ગયા હતા. પોલીસની ગાડી લઈને દારૂ ખરીદવા ગયા હતા. દારૂ ખરીદીને 2 વ્યક્તિ ગાડીમાં બેઠા હતા. ગાડી પર ગુજરાત પોલીસનો લોગો જોવા મળ્યો હતો. પોલીસની ગાડીમાં દારૂ લેવા જનારા કોણ હતા? દારૂ ખરીદનારા પોલીસ કર્મચારી છે કે તેનો કોઇ મળતીયો ?દારૂ કોના માટે ખરીદવામાં આવ્યો વગેરે મામલે તપાસ થાય તે જરૂરી છે.
