
કેન્દ્ર સરકારના પરિવહન વિભાગમાં થતી હલચલ બાબતે વહેતી થયેલ માહિતી મુજબ ટ્રાફિકના નિયમો વધુ કડક બનાવી અકસ્માતોમાં થતો વધારો કોઈપણ ભોગે નિયંત્રિત કરવા ચાહે છે.ભારત સરકારના પરિવહન વિભાગ દ્વારા ઓવરસ્પીડ, રેડ લાઇટ જમ્પ અને સીટ બેલ્ટ ન પહેરવા જેવી ભૂલ પર ભારે ચલણ બાદ પણ પણ અવાર-નવાર કાર અને બાઇકચાલકો નિયમોનો ભંગ કરતા રહે છે જે ચીતાનો વિષય છે.ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ચલણનો ભારે દંડ છતાં તેમાં કોઈ ખાસ ઘટાડો જોવા નથી મળતો.આથી કેન્દ્ર સરકાર હવે વધુ ગંભીર બની ખરાબ ડ્રાઇવિંગ પર લગામ લગાવવા માટે પૉઇન્ટ સિસ્ટમ લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ કોઈ ડ્રાઇવર ઓવરસ્પીડમાં ગાડી ચલાવે છે અથવા રેડ લાઇટ જમ્પ કરે છે તો તેના લાઇસન્સ પર નેગેટિવ પોઇન્ટ થઈ જશે. જ્યારે આ નેગેટિવ પોઇન્ટ્સની સંખ્યા નિર્ધારિત સંખ્યા કરતા વધી ગઈ તો ડ્રાઇવિંગ લાઇસન્સને રદ કરવામાં આવે તેવા કડક નિયમોનો અમલ શરૂ કરવામાં આવશે.આ નેગેટિવ પોઇન્ટ ચલણથી અલગ હશે. તેનો અર્થ એ છે કે, ઓવરસ્પીડ, રેડ લાઇટ જમ્પ અને સીટ બેલ્ટ ન પહેરવા પર જે ચલણ થાય છે, તે નિયમો ઉપરાંત આ નિયમ પણ લાગુ કરવામાં આવશે.આ બાબતે સરકાર સંશોધન કરી રહી છે અને જરૂરી કડો લાવવા કટિબદ્ધ છે.
