અમદાવાદનું મીની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળા તળાવ પર ઘુસણખોરોને આશ્રય આપનાર લલ્લા બિહારી આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની અટકાયત રાજસ્થાનથી કરી છે. સાંજ સુધીમાં લલ્લા બિહારીને ગુજરાત લઈ અવાશે. પુત્ર ફતેહ બાદ પિતા લલ્લા બિહારી પણ ઝડપાયો. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ લલ્લા બિહારી પકડાયો. આજે ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની 4 પત્નીઓ અને તેની પુત્રવધુની પુછપરછ હાથ ધરી હતી. જેમાં પણ અનેક ખુલાસાઓ થયા હતા. ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની ચાર પત્નીઓના ઘર સહિત કુલ 5 સ્થળે તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. જેમાં અનેક બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે. ઘુસણખોર કરાવનાર અને કુખ્યાત ભૂ-માફિયા લલ્લા બિહારીની પુછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.