
વરસાદની ધમકાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને હવે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે.દક્ષિણ ગુજરાત પર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. એટલું નહીં આગાહી 36 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું જણાવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મોટાભાગે સાચીપડતી હોવાથી રાજ્યભરમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.
