
ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓએ NAACની ટીમને પ્રોત્સાહન સ્વરૂપે 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે, જેને લઈને વિવાદ શરૂ થયો છે.આ મામલે NSUI દ્વારા અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે NAACની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભો થયો છે. NSUIના કાર્યકર્તાઓએ કુલપતિના બંગલામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો NSUI દ્વારા આજે કુલપતિના બંગલાની બહાર જઈને સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેટલાક કાર્યકરો કુલપતિના બંગલાના ગેટ પર ચઢીને અંદર જવા પ્રયત્ન કરતા હતા. જો કે કુલપતિના બંગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો NSUI નો આક્ષેપો છે કે NAAC ટીમમાં કામ કરનાર અધિકારીઓ પ્રોત્સાહન રૂપે 25 હજારથી લઇને 5 લાખ સુધી એમ 50 લાખ જેટલા રૂપિયા જે વિદ્યાર્થીઓની ફીના પૈસા છે, એ પૈસા કુલપતિએ કોઈ કમિટી બનાયા વગર સીધા પોતાના માનીતા અધિકારીઓએ ONGCમાંથી લાવવામાં આવ્યા છે એમના કહેવાથી જ આપી દેવામાં આવ્યા છે. NSUIએ ચીમકી આપી છે કે જો આવનાર દિવસોમાં આ પૈસા પાછા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
