
સુરતના હીરા ઉદ્યોગને પુનર્જીવિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રત્નકલાકારોને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.આ પેકેજમાં અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની શાળા ફી એક વર્ષ સુધી સરકાર ચૂકવશે. હીરા ઉદ્યોગના એકમોને ટર્મ લોન પર 9%ના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય મળશે, એક વર્ષ સુધી વીજ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.હાલમાં વૈશ્વિક મંદીના કારણે સુરતના લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.આ સમસ્યાને ધ્યાનમાં રાખીને,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક રાહત પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ રાહત પેકેજ સુરતના હીરા ઉદ્યોગને ફરીથી પોતાના પગ પર ઉભા રહેવામાં મદદ કરશે અને હજારો પરિવારોને રાહત પહોંચાડશે. સરકાર દ્વારા આ યોજનાના અમલીકરણ માટે જરૂરી કમિટીઓ અને નિયમો બનાવવામાં આવ્યા છે. આ પગલાંથી સુરતના હીરા ઉદ્યોગમાં રોજગારીના નવા અવસરો પણ ઉભા થવાની આશા છે.રાજ્ય સરકારના આ પેકેજની જાહેરાતથી રત્ન કલાકારોમાં ખુશી અને આનંદની લહેર આવી ગઈ છે.
