BSNLએ એક ધમાકેદાર રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે જેનો સીધો લાભ તેના 9 કરોડથી વધુ વપરાશકર્તાઓ મળશે.કંપનીએ તેના ગ્રાહકો માટે 395 દિવસની વેલિડિટી સાથેનો સસ્તો પ્લાન લાવી છે. આ પ્લાન જેમાં વપરાશકર્તાઓને અનલિમિટેડ કોલિંગ અને ડેટા સાથે ઘણા વધુ ફાયદાઓ આપવામાં આવે છે. વપરાશકર્તાઓ તેમના BSNL નંબરને એકવાર રિચાર્જ કર્યા પછી 13 મહિના સુધી કોલિંગ અને ડેટાનો લાભ મેળવી શકે છે. ભારત સંચાર નિગમ લિમિટેડના આ લાંબી વેલિડિટીવાળા પ્લાનમાં, વપરાશકર્તાઓને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગનો લાભ મળે છે.અન્ય કંપનીની સરખામણીમાં આ ખુબજ સસ્તો અને સારો પ્લાન છે.