પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેર ખાતે જાહેર સભાને સંબોધતા ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલાનો 22 મિનિટમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓનો નાશ કરીને જવાબ આપ્યો છે.ત્રણેય સેનાઓએ મળીને પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યું. દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોયું છે કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાય છે ત્યારે શું થાય છે.મોડીયા ગર્જના કરતાં કહ્યું કે પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાનો સેવક મોદી અહીં માથું ઊંચું કરીને ઉભો છે. મોદીનું મન ઠંડુ છે, ઠંડુ રહે છે, પણ મોદીનું લોહી ગરમ છે. હવે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે.