
છેલ્લા કેટલાક અઠવાડિયામાં, યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંતિમ દેશનિકાલના આદેશ પછી પણ યુ.એસ. છોડવામાં નિષ્ફળ રહેલા સ્થળાંતરકારોને દંડ કરવાની યોજના અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે, ઈમિગ્રેશન ઓથોરિટીએ હાલ અમેરિકામાં વસતાં 4500 જેટલા ઈમિગ્રન્ટ્સને અંદાજે 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે.આ એક ખુબજ મોટી રકમ ગણાય અને આથી એ ફલિત થાય છે કે તૃમ્પ સારમાર ગેરકાયદેસર વસતા એમીગ્રાંટ મામલે ખુબજ ગંભીર છે.ગેરકાયદેવસતાં ઈમિગ્રન્ટસ પર ડિપોર્ટેશનના આદેશને અવગણના કરવા બદલ રોજના 998 ડોલર લેખે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જેમાં પાંચ વર્ષનો એક સામટો 18 લાખ ડોલરનો દંડ પણ લાગુ છે. વધુમાં દંડ ચૂકવવામાં નિષ્ફળ રહેનારાઓની પ્રોપર્ટી જપ્ત કરવાની પણ જોગવાઈ છે. નોટિસ મેળવનારાઓને જાણ કરવામાં આવી હતી કે તેમની પાસે લેખિતમાં, શપથ હેઠળ અને પુરાવા સાથે દલીલ કરવા માટે 30 દિવસનો સમય હતો કે દંડ કેમ લાદવો જોઈએ નહીં.
