
Read Time:59 Second
IPL ફાઇનલ 2025 ની ફાઇનલને લઈને એક મોટી અપડેટ આવી છે. બીસીસીઆઈ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ IPL ફાઇનલ હવે 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મંગળવારે લાંબી બેઠક બાદ BCCIએ આ નિર્ણય લીધો છે. IPL 2025ની બીજી ક્વોલિફાયર મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જે 1 જૂને રમાશે. દેશમાં ધીમે-ધીમે વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે. જેથી બીસીસીઆઈએ ફાઈનલ માટે અમદાવાદની પસંદગી કરી છે.ન્યૂ ચંદીગઢના પીસીએ સ્ટેડિયમમાં પહેલી ક્વોલિફાયર રમાશે. 29 મેના રોજ ગુરૂવારે ટોચની બે ટીમો વચ્ચે આ મેચ રમાશે. બાદમાં શુક્રવારે 30 મેના રોજ એલિમિનેટર મેચ રમાશે.

