
ઈંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર પર બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. બીજી ટેસ્ટ મેચની પ્રથમ અને બીજી બંને ઈનિંગમાં કેપ્ટન શુભમન ગિલે શાનદાર દેખાવ કર્યો છે. પ્રથમ ઈનિંગમાં ગિલે રેકોર્ડબ્રેક 269 રન ફટકાર્યા હતા. બીજી ઈનિંગમાં પણ ગિલે શાનદાર સદી ફટકારી છે.
શુભમન ગિલે આજે 54 વર્ષ જૂનો સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ પણ તોડ્યો છે. શુભમન ગિલ એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન ફટકારનારો ભારતીય ખેલાડી બની ગયો છે. અગાઉ 1971માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધની મેચ સુનિલ ગાવસ્કરે ટેસ્ટ મેચની પ્રથમ અને બીજી બંને ઈનિંગમાં કુલ 344 ( 124 + 220 ) રન ફટકાર્યા હતા. શુભમન ગિલે 344થી વધુ રન ફટકારી આ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
એશિયાની બહાર કોઈ એક ટેસ્ટ મેચમાં 350થી વધુ રન ફટકારનારો બીજો એશિયન ખેલાડી
SENA દેશોમાં 300થી વધુ રન ફટકારનારો ત્રીજો એશિયન ખેલાડી, અગાઉ રાહુલ દ્રવિડ અને તેંડુલકરે 300થી વધુ રન બનાવ્યા હતા.
