
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આંતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનને “ઓપેરશન સિંદૂર” દ્વારા જડબાતોડ જવાબ આપ્યા બાદ ભારત બધું આક્રમકઃ વ્યૂહ અપનાવવા જઈ રહ્યું છે. આતંકવાદની સામે ભારતની લડાઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ મજબૂતી આપવા માટે ભારત સરકારે સાત પક્ષીય પ્રતિનિધિમંડળને વિશ્વના પ્રમુખ દેશોમાં મોકલવાનો એક મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે.
સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ અમેરિકા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, કતર અને સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોની યાત્રા કરશે. આ વિદેશ યાત્રા 22 મે બાદ શરૂ થવાની સંભાવના છે.ભારત સરકારનો આ પ્રયાસ વૈશ્વિક મંચ પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની ઘટનાને ઉજાગર કરવા માટેનો છે.સૌથી મહત્વની બાબત એ છે કે આ અભિયાનમાં દેશની તમામ પ્રમુખ પાર્ટીઓ એકબીજાની સાથે છે અને આંતકવાદને વખત કરવા ભારત સુસજ્જ છે તે પ્રતીત થાય છે.
આ અંગેની જાણકારી ભારત સરકારના સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પોસ્ટ શેર કરી આ વિશે જાણકારી આપી છે. જેમાં લખ્યું, ‘સૌથી મહત્ત્વના સમયે ભારત એકજૂટ હોય છે. સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ જલ્દી જ પ્રમુખ ભાગીદાર દેશોની મુલાકાત કરશે અને આતંકવાદ પ્રતિ ‘ઝીરો ટૉલરન્સ’નો અમારો સંદેશ ત્યાં લઈ જશે. આ રાજકારણથી ઉપર અને મતભેદથી દૂર રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતિક છે.’

