ગાંધીનગર ખાતે ગુજરાતનાં મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને ગુનાખોરી ડામવામાં ગુજરાત પોલીસ સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ લોન્ચ કર્યા.ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ટેકનોલોજી આધારિત પોર્ટલ ભવિષ્યમાં રાજ્યના નાગરિકોને વધુ સરળતા પૂરી પડશે અને પોલીસ પ્રત્યે વિશ્વસનીયતા સંપાદિત થશે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.ગુજરાત સરકારના લોન્ચ થયેલ પોર્ટલ સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશન જવામાંથી રાહત આપતી ઓનલાઇન સુવિધાઓ ઇઝ ઓફ ગવર્નન્સના અંતર્ગત મળતી થશે.આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ત્રણેય પોર્ટલ અંગે વિસ્તૃત માહિતી આપી કઈ રીતે તે ઉપયોગી બની રહેશે તે અંગે પણ જાણકારી આપી હતી.