
રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવે પર રાજકોટ થી જૂનાગઢ ચકાજામ તંત્ર ઉદાસીન લોકો પરેશાનરાજકોટ થી જૂનાગઢ સિક્સ લેન નાં કામ ચાલુ હોવાથી ધીમી ગતિએ શરૂ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પણ નિષ્ફળ સાબિત થયું છે રોજ ટ્રાફિક જામ અને સાઈડ રોડ ની પણ સારી વ્યવસ્થા નથી તદ ઉપરાંત તોતિંગ ટોલ ટેક્ષ તો ચાલુ જ છે લોકો ને રાજકોટ થી જૂનાગઢ જવામાં એટલો સમય નીકળી જાય છે એથી તો વિશેષ અનુભવ વાહન ચાલકો આપવીતી કહી રહ્યા છે રોડ રસ્તાઓ બને એ સારું પણ વૈકલ્પિક વ્યવસ્થા નાં ભાગરૂપે આપેલ સર્વિસ રોડ ડાઈ વર્ઝન પણ પૂરતા સારા નથી એમાં પણ પાણી ખાડા પડી ગયા છે કાદવ કીચડ અને લોકો હાલાકીનો સામનો કરી મહા મહેનતે રોડ રસ્તાઓ પર ચાલી રહ્યા છે માટે યોગ્ય ડાઈ વર્ઝન સર્વિસ રોડ સરસ બનાવો તેમજ ટ્રાફિક જામ થાય ત્યારે પોલીસ તૈનાત કરો તેમજ આ કામ વેહલું પૂરું થાય તેવી કોન્ટ્રાકટર પાસે સ્પીડ વધારો એવી લોકમાંગ ઉઠી છે વળી નવા બનેલ બ્રિજ નબળા હોવાથી રીપેરીંગ ચાલુ હોઇ ત્યારે પણ ટ્રાફિક સમસ્યા વિકટ બને છે માટે કવોલિટી યુક્ત કામ અને આ બાબતે જે તે ડિવિજન નાં ધારાસભ્યો સાંસદ સભ્યો પોતાના વિસ્તાર માં આ બાબતે સક્રિય બની રોડ રસ્તા જેમ બને એમ વેહલા પૂરા કરી વ્યવસ્થાના ભાગ રૂપે ડાઈ વર્ઝન અને સર્વિસ રોડ સારા બનાવો જેથી ટ્રાફિક સમસ્યા હળવી બને રોજ બરોજ ચાર ચાર પાંચ પાંચ કિમી નો ટ્રાફિક જામ થઈ રહ્યો છે એનું વેહલી તકે નિરાકરણ લાવો અને જ્યાં સુધી રોડ રસ્તા પૂર્ણ નાં થાય ત્યાં સુધી ટોલ ટેક્સ માં છૂટ મુક્તિ આપી રાહદારીઓ ને રાહત આપો
