અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના બંગલો પર CBI દ્વારા રેડ કરવામાં આવી છે. વાસ્તવમાં મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલા પર CBIએ દરોડા પાડ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આ રેડ અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓને લઈને કરવામાં આવી છે. આ સાથે મોન્ટુ પટેલ પર કોલેજોને માન્યતા આપવા માટે લાંચ લેવાનો આરોપ પણ છે. અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના બંગલે CBIના દરોડા પડ્યા છે. દિલ્લીની ઓફિસ પર અને ઘરે લાંચ લેવાનો આરોપ લાગવાની વચ્ચે હવે આ મોટી કાર્યવાહી સામે આવી છે. આ સાથે હવે મહારાષ્ટ્રની કોલેજોને આપેલી માન્યતામાં આચરેલી ગેરરીતિની તપાસ થશે. આજે અમદાવાદના ઝુંડાલ સ્થિત બંગલે CBIએ દરોડા પાડયા છે.