
આજ રોજ સવારે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ મોરારજી ચોકમાં રહિશોના ઉપયોગ માટે જે ખુલ્લા પ્લોટ રખાયા હતા. તેના પર દબાણ કરીને કબજો કરી દેવાયો હતો અને તેમાં કોમર્શિયલ એકમો ધમધમી રહ્યા હતા.અહી આજે સવારે કોર્પોરેશન અને પોલિસના સહયોગથી ગુજરાત હાઉસિંગ બોર્ડની આશરે 2680 ચોરસ મીટર જગ્યા દબાણમુક્ત કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ અહી ઊભા થયેલા ગેરકાયદેસર બાંધકામો વર્ષ 2008માં પણ દૂર કરવામાં આવ્યા હતા છતા પણ ફરી ગેરકાયદેસર બાંધકામો ઊભા થઈ ગયા હતા.
અત્રે એ સૌથી મોટો પ્રશ્ન છે કે જે જગ્યા ભૂતકાલમાં દબાણ મુક્ત કરાઈ હોય ત્યાં ફરીથી દબાણ થાય જ કેમ? સરકારી જગ્યા જ્યારે ખુલ્લી પડી રહી હોય અને ત્યાં કોઈ બોડના માર્યું હોય અને જેતે કચેરી દ્યાન જ ના રાખતી હોય ત્યારે સ્વાભાવિક છે કે તે વિસ્તારના લૂખ્ખા તત્વો તથા લેભાગુ બિલ્ડરો ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી દેતા હોય છે.આ જગ્યાએ ઘણા કિસ્સામાં લાઈટ-પાણી તથા ગટરની વ્યવસ્થા પણ થઈ જતી હોય છે.ઘણી જગ્યાએ તો કોર્પોરેશન ટેક્ષ પણ વસૂલ કરતી હોય છે.જો જગ્યા સરકારી છે તો આ બધી વ્યવસ્થા ઊભી થાય જ કઈ રીતે તે મોટો પ્રશ્ન છે.આતળી મોટી સંખ્યામાં બિનધિકૃત બાંધકામો થઈ જાય અને જે તે સરકારી કચેરીના અધિકારીઓ શું અજાણ હોય ખરા?જે તે વિસ્તારના નેતાઓને ખબર જ ના પડે તેવું શક્ય છે ખરું? જવાબ જનતા એ આપવાનો છે.
સમગ્ર ગુજરાતનાં ખાસ કરીને કોર્પોરેશન તથા અર્બન ઔથોરિટીની હદમાં આવેલ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયા હોય તે કચેરીના અધિકારીઓએ અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેટર.-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ,સ્થાનિક ધારાસભ્ય તથા જે પક્ષની સરકાર હોય તેના તે વિસ્તારના પ્રભારી વિરુદ્ધ કાર્યવાહી થવાની શરૂઆત થશે ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામો આપોઆપ બંધ થઈ જશે?આપના વિચારો જણાવશો.
