
આપણા જીવનમાં વિચારોનું ખુબ જ મહત્વ છે. આપણા વિચારો જ આપણી લાગણીઓ, વર્તન અને આસપાસના વાતાવરણને પ્રભાવિત કરે છે. જો આપણે સકારાત્મક વિચારીએ છીએ, તો જીવનમાં સકારાત્મક અનુભવો થવાની શક્યતા વધી જાય છે. જ્યારે નકારાત્મક વિચારો આપણને હતાશા, ચિંતા અને નિરાશા તરફ ધકેલી શકે છે. તેથી, નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને સકારાત્મકતા કેળવવી એ સ્વસ્થ અને સુખી જીવન માટે અત્યંત જરૂરી છે. નકારાત્મક વિચારસરણી વ્યક્તિને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અવરોધરૂપ બને છે. નકારાત્મક વિચારધારા એ આશંકા, ભય, નિરાશા અને આત્મવિશ્વાસના અભાવ રૂપે વ્યક્ત થાય છે. “હું કરી શકીશ નહીં”, “મારાથી નહિ થાય”, “મારું નસીબ ખરાબ છે” જેવી વિચારસરણી વ્યક્તિની કાર્યક્ષમતા પર ભારે અસર કરે છે. આવા વિચારો સાથે કોઈપણ કાર્ય શરૂ કરવું એટલે અર્ધા રસ્તે જ હાર માનવી.સફળતા મેળવવા માટે સૌથી અગત્યનું છે સ્વવિશ્વાસ, સંઘર્ષની લાગણી અને હકારાત્મક અભિગમ. માનવ ઇતિહાસ સાબિત કરે છે કે જેઓ સફળ થયા છે, તેમણે મુશ્કેલીઓ છતાં હાર સ્વીકાર્યા વિના સકારાત્મક રીતે આગળ વધવાનું પસંદ કર્યું છે.નકારાત્મક વિચારો માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તે તણાવ, ચિંતા, ડિપ્રેશન અને મૂડ ડિસઓર્ડર જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે: માનસિક સ્વાસ્થ્યની જેમ, નકારાત્મક વિચારો શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી શકે છે, ઊંઘની સમસ્યાઓ સર્જી શકે છે, અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારી શકે હકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવો એ સફળ જીવનનું પ્રથમ પગથિયું છે.
