ભારતમાં કોવિડ-19ના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જે ચિંતાજનક ગણાય. ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં 752 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં હાલમાં કુલ 1009 સક્રિય કોવિડ-19 કેસ છે. આ વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે, દેશમાં કોરોનાના કેસ 1000 ને વટાવી ગયા છે.ગુજરાતથી લઈને કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી, કોરોનાના નવા આંકડા હવે ભયાનક બની રહ્યા છે. દેશમાં ફરી એકવાર કોવિડ-19 ના કેસોમાં વધારો થતા આરોગ્ય મંત્રાલયે પણ તેની ગંભીર નોંધ લીધી છે.આથી દરે વ્યક્તિએ કોરાના વાયરસથી બચવા માટે શક્ય તમામ તકેદારી રાખવી જરૂરી ગણાય.