
ગુજરાતમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 185 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 980 પર પહોંચી ગઈ છે. જેમાંથી 32 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 948 દર્દી હોમ આઇસોલેશનમાં છે. ભારતમાં કોરોનાનું ઝડપથી વધી રહ્યું છે. અંદાજિત 15 દિવસમાં જ ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 30 ગણા વધી ગયા છે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની ચાલી રહેલી લહેર હાલના દિવસોમાં દુનિયા માટે ચિંતાનું કારણ બની છે. હોંગકોંગ અને સિંગાપુરથી શરૂ થયેલું સંક્રમણ મામલે ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી છે, તેમનામાં આ સંક્રમણની અસર નથી થઈ રહી. પરંતુ ચિંતાની વાત એ છે કે સંક્રમિત લોકો વાયરસના વાહક જરૂર થઈ શકે છે, જેનાથી તે લોકોમાં સંક્રમણ ફેલાવાનો ખતરો રહે છે, જે પહેલાથી બીમાર છે અથવા વૃદ્ધ છે. આવા લોકોમાં ગંભીર રોક વિકસિત થઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે તમામ લોકો સંક્રમણથી બચવાના ઉપાય કરતા રહે.
