

રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની સંભાવના છે. જેમાં 27 જુલાઈ સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 26 અને 27 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી પણ છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવના છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તથા સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ વલસાડ, નવસારી, તાપી, અમરેલી, બોટાદમાં ભારે વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી છે.207 જળાશયોમાં હાલમાં 58.10 ટકા પાણીનો જથ્થોગુજરાત રાજ્યના 207 જળાશયોની વાત કરવામાં આવે તો હાલમાં 58.10 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ ઝોન પ્રમાણે જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 52.48, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 65.31, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 58.80, કચ્છના 20 ડેમમાં 55.36 અને સરદાર સરોવર ડેમમાં 55.40 ટકા પાણીનો પુરવઠો છે. રાજ્યમાં સૌથી ઓછો પાણીનો જથ્થો ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે. તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હોવા છતાં ઉત્તર ગુજરાતના 15 મુખ્ય ડેમમાંથી એક પણ ડેમ છલકાયો નથી.છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયોગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે તથા જામનગરના જોડિયામાં 3.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં 2.76 ઇંચ, વાપીમાં 2.48 ઇંચ વરસાદ, વલસાડના ઉંમરગામમાં 2.36 ઇંચ વરસાદ, ભચાઉમાં 2.1 ઇંચ, ગોંડલમાં 1.81 ઇંચ, જલાલપોરમાં 1.77 ઇંચ, સુરતમાં 1.77 ઇંચ વરસાદ, નવસારીમાં 1.69 ઇંચ, સિહોરમાં 1.65 ઇંચ વરસાદ, ભાણવડમાં 1.61 ઇંચ, વંથલીમાં 1.38 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 1.38 ઇંચ, જામકંડોરણામાં 1.4 ઇંચ વરસાદ, સૂત્રપાડામાં 1.38 ઇંચ, માળિયા હાટીનામાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો છે.