
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેલ મળતાની સાથે જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે .હાઈકોર્ટના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હાઇકોર્ટના રજિસ્ટ્રારના મેઇલ આઇડી પર આ ધમકીનો મેઇલ આવ્યો છે.
ઈમેલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈમેલ મળતાં જ હાઇકોર્ટ વહીવટી તંત્રએ અધિકારીઓને ચેતવણી આપી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને હાઇકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગ રૂપે, પરિસરમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મુલાકાતીઓને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. જોકે, પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી, પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી છે અને ઈમેલના મોકલનાર સૂધી પહોંચવા માટે તપાસ શરુ કરવામાં આવી છે.

