
શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિને ઓમકાર દર્શન શૃંગારથી અલંકૃત કરાયા હતા. ચંદન ભસ્મ અને પુષ્પોથી મહાદેવના ઓમકાર સ્વરૂપ દર્શન ભક્તોને કરાવવામાં આવ્યા હતા.ત્યારે ચાલો જાણીએ ઓમ માત્ર ચિન્હ છે શબ્દ છે કે ચેતના છે???ૐ માત્ર ત્રણ અક્ષરોથી બનેલું એક પ્રતીક નહીં, પણ સમગ્ર સૃષ્ટિની ઊર્જાનો સ્ત્રોત છે. ૐ એ આપણાં બ્રહ્પ્રમાંડનો પ્રથમ ધ્વનિ છે — જે સિદ્ધિઓ, શાંતિ અને અધ્યાત્મ તરફ દોરી જાય છે.ૐ: સૃષ્ટિના સર્જનનો નાદવેદોમાં ઉલ્લેખ છે કે જયારે સૃષ્ટિનું સર્જન થયું, ત્યારે પ્રથમ અવાજ થયો — એ અવાજ હતો “ૐ” નો। ૐ એ બ્રહ્માંડનો મૂળ નાદ છે, જેને બ્રહ્મનાદ પણ કહે છે। આ નાદમાંથી સમગ્ર સૃષ્ટિ પ્રગટાઈ અને આજેય તે ધ્વનિ બધું જ ચલાવતો રહે છે.ૐ એ ત્રિમૂર્તિનું પ્રતીક છેૐ ની અંદર ‘અ’, ‘ઉ’ અને ‘મ’ — આ ત્રણ અવાજ છે, જે ક્રમશઃ બ્રહ્મા (સર્જન), વિષ્ણુ (પોષણ) અને મહેશ (વિસર્જન) ના પ્રતીક છે.તે એટલું જ નહીં, ૐ આપણાં શરીરના ત્રણ અવસ્થાઓ – જાગૃતિ, સ્વપ્ન અને સૂષુપ્તિ ને પણ દર્શાવે છેધ્યાન અને મનની શાંતિ માટે ૐજયારે પણ કોઈ વ્યક્તિ “ૐ” નો ઉચ્ચાર કરે છે, ત્યારે શરીરમાં એક સ્થિરતા, મનમાં શાંતિ અને હ્રદયમાં ઊર્જાનો પ્રવાહ થાય છે. અધ્યાત્મિક સાધનામાં ૐ જ્ઞાના તરફ લઈ જતો માર્ગ છે.વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ૐઅનુસંધાન કરાયું છે કે જયારે કોઈ વ્યક્તિ “ૐ” નો ઊંડો ઉચ્ચાર કરે છે, ત્યારે દિમાગના નર્યોમાં એક પ્રકારની ટૂંકી તરંગો સર્જાય છે જે મનને શાંત બનાવે છે, તણાવ ઓછો કરે છે અને એકાગ્રતા વધારે છે.ૐ એ એકતાનું પ્રતીક છેકોઈ પણ મંત્રનો આરંભ ૐ થી થાય છે — ચાહે તે સંસ્કૃત મંત્ર હોય કે તંત્ર, યોગ હોય કે વિધાન — ૐ એ ઈશ્વર સુધી પહોંચવાનો પ્રથમ પગથિયુ છે. સંક્ષેપમાં ૐ એ નાદ છે, શ્વાસ છે, શાંતિ છે અને શ્રદ્ધાનો આધાર છે. જે દિવસે આપણે ૐ ના અર્થને માત્ર મંત્રરૂપે નહિ, પણ જીવનમાં અનુભવ રૂપે ઉતારી લઈશું, એ દિવસે આપણું જીવન શિવમય અને શાંતિમય બની જશે
