શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવાલયો હર હર મહાદેવના નાથ સાથે ગુંજી ઉઠ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહેતા 30 વર્ષે અજય કુમાર પટેલ 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ નીકળ્યા છે અને આજે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. અજય કુમારે કહ્યું કે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારથી બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાની ઈચ્છા હતી ડીફાર્મ અને લેબ ટેક્નિશિયન અભ્યાસ પછી તે ફિલ્ડના વ્યવસાય સાથે જોડાયેલો છું કેદારનાથના દર્શન કરવા મારું સ્વપ્ન હતું અને ત્યાં જવા માટે ઘણા પ્લાનિંગ કર્યા પણ જઈ શક્યો ન હતો છેલ્લા ઘણા વર્ષથી પર્યાવરણને ઘણું નુકસાન થયું છે ત્યારે પર્યાવરણ બચાવો અને પ્લાસ્ટિક reuse ના મેસેજ સાથે 26 માર્ચ મહિનાથી કાશી વિશ્વનાથના દર્શન કરી બહાર જ્યોતિર્લિંગ ની સાઇકલ યાત્રા શરૂ કરી હતી .
અમદાવાદથી થોડો સમય રોકાયા પછી હું કડીમાં રહેતા મારા શણગાને મળવા ગયો હતો .સાયકલ યાત્રામાં દરેક રાજ્યના લોકોને મળીને પર્યાવરણ વિશે હવે રૂ કરું છું સાથે પ્રાદેશિક સંસ્કૃતિ વિશે જાણીને આનંદ મેળવવું છું મારી સાયકલ યાત્રામાં માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશથી શરૂ થઈ હતી .ત્યારબાદ બિહાર ઝારખંડ બંગાળ ઓડીસા આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરાલા કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં આવેલા જ્યોતિર્લિંગના દર્શન કરીને ગુજરાત આવ્યો છું દિવસમાં 120 થી 150 કિલોમીટર અંતર કાપું છું લોકોનો સહકાર સારો મળી રહ્યો છે છેલ્લા 121 દિવસમાં 75 કિલોમીટર અંતર કાપી અમદાવાદ આવી પહોંચ્યો છું હવે આવતી કાલથી સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ મહાદેવ પછી ત્યારબાદ દ્વારકા નાગેશ્વરના દર્શન કરવા જઈશ. હું નવેમ્બર સુધી 90 દિવસ સુધી સાયકલ યાત્રામાં રાજસ્થાન ઉતરાખંડ થઈને કાશ્મીરમાં વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા જવાનો છું બહાર જ્યોતિર્લિંગની સાથે ચારધામની પણ યાત્રા કરીશ અને સંસ્કૃતિના મૂલ્યો વિશે જાણકારી મેળવું છું.