ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં આવેલા પ્રવાસન અને ધાર્મિક સ્થળે પ્રવાસીઓ જતાં હોય છે. તેવામાં પાવાગઢમાં મેઈન્ટેનન્સની કામગીરીને લઈને રોપ-વે સેવા આગામી 28 જુલાઈથી 1 ઑગસ્ટ સુધી બંધ રહેશે. બીજી ઓગસ્ટથી રોપ વે ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે. જોકે, આ દરમિયાન પાંચ દિવસ સુધી માઈભક્તોએ પગપાળા પગથિયાં ચઢીને જ માતાજીના દર્શન કરવા જવાનું રહેશે.
મળતી માહિતી મુજબ, યાત્રાધામ પાવાગઢમાં માતાજીના મંદિર સુધી જવા માટે શરૂ કરાયેલી રોપ વે સેવા મેઈન્ટેનન્સના કારણે પાંચ દિવસ બંધ રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો છે.
તમને જણાવી દઈએ કે, ચોમાસામાં પાવાગઢ ડુંગરની આસપાસ લીલુંછમ વાતાવરણ જોવા મળે છે. કુદરતના અદભૂત સૌંદર્ય વચ્ચે માતાજીના દર્શન કરવા આવતા હજારો ભક્તો ડુંગરમાં પહોંચતા જ એક અલગજ વાતાવરણનો અહેસાસ કરે છે.