
અમદાવાદ પૂવૅ ના ઝડપથી વિકસિત એવા નિકોલ વોડૅ ના પાંચ વષૅ પહેલા સમાવિષ્ટ કઠવાઠા વિસ્તાર મા વસાણી ફામૅ ની પાછળ નવો બનેલ કોમ્યુનિટી હોલ છેલ્લા છ મહિના થી તૈયાર થય ગયેલ હોવા છતા તેનુ ઉદઘાટન કરવામાં આવેલ નથી તેના કારણે અહી ના આજુબાજુ રહેતા સેકડો રહીશો ને ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગો કરવા હોય તે હોલ મા થય શક્તા નથી, આધારભુત માહિતી મુજબ આ કોમ્યુનિટી હોલ અગાઉ કઠવાઠા વિસ્તાર ઔડા મા આવતો હતો ત્યારે તેના બાંઘકામ ની શરુંઆત થયેલ હતી અને ત્યાર બાદ હોલ તૈયાર થતા સુધી મા તો આ કઠવાઠા વિસ્તાર મ્યુનિ- કોર્પોરેશન ના નિકોલ વોડૅ મા સમાવિષ્ટ કરવામાં આવેલ હતો, પરંતુ ઔડા એ અગમ્ય કારણોસર કોમ્યુનિટી હોલ મ્યુનિસિપલ કોર્પોરેશન ને સોપેલ નથી અને તેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કે ઔડા દવારા આ કોમ્યુનિટી હોલ નુ આજદિન સુધી લોક ઉપયોગ માટે ઉદઘાટન કરેલ નથી,તાજેતરમાં નિકોલ વોડૅ મા બેસતા આસિ કમિશનરશ્રી એ આ કઠવાઠા વિસ્તાર મા આવેલ હોલ મ્યુનિસિપલ કોર્પોરેશન ને સોપવા ઔડા મા રજુઆત કરેલ છે અને હોલની વપરાશ ના દર નકકી કરવા મ્યુનિસિપલ કમિશનર શ્રી સમક્ષ રજુઆત કરેલ છે ત્યારે નિકોલ વોડૅ મા કઠવાઠા વિસ્તાર મા તૈયાર થઇ ગયેલ હોલ નુ તાત્કાલિક ઉદઘાટન કરી લોક ઉપયોગ મા આવે તેમ કરવા કમિશનર શ્રી નેભાનુભાઈ કોઠિયા,સામાજિક કાર્યકર(નિકોલ- અમદાવાદ) દ્વારા રજુઆત કરવામાં આવી છે.
