
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ફાટી નીકળ્યું છે.ચીને અમેરિકા પર 84 ટકા જ્યારે અમેરિકાએ ચીન પર ટેરિફ વધારી 125 ટકા કર્યું છે.અમેરિકા સાથે વધતા ટ્રેડ વોર વચ્ચે, ઘણા ચીની ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ ભારતીય કંપનીઓને 5% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. આ પગલાને કારણે ભારતમાં ટીવી, ફ્રિજ, સ્માર્ટફોન જેવી ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થઈ શકે છે.સત્તાવાર સૂત્રો દ્વારા આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં માર્જિન ખૂબ ઓછા હોવાથી ચીનની કંપનીઓ દ્વારા આપવામાં આવેલું આ ડિસ્કાઉન્ટ ભારતીય કંપનીઓ માટે રાહત સમાન છે. જેનાથી ભારતમાં મોબાઇલ ફોન, ટીવી, ફ્રિઝ, એસી સહિતની મોટાભાગની ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે.
