
તાજેતેરમાં સોશિયલ મીડિયા પર જગન્નાથપુરી મંદિરનો ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન હોવાના સમાચાર તથા વિડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.તસવીરમાં જોઈએ શકાય છે કે ગરુડ એક વિશાળ ધ્વજ લઈને મંદિરની ઉપર ઊડી રહ્યું છે.આ દૃશ્ય જોઈને લોકો ચોંકી ગયા છે અને અનેક શંકા-કુશંકાઓ થઈ રહી છે અને ઘટના બનવા બાબતે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, જોકે વીડિયોને લઈ મંદિરના વહીવટીતંત્ર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સોશિયલ મીડિયા માધ્યમથી મળેલ જાણકારી મુજબ મેષ સંક્રાંતિ શરૂ થતાં પૂર્વે તા.13 રવિવારે, સાંજે 5 વાગ્યે ઓડિશાના જગન્નાથ મંદિરનો ધ્વજા લઈને ઓચિંતા ગરુડ ઊડી જાય છે.ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે અને તે જ્યોતિશાસ્ત્ર પ્રમાણે સામાન્ય ના ગણી શકાય. ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે. ભગવાન વિષ્ણુનું કામ સમગ્ર સૃષ્ટિમાં પાલન-પોષણ કરવાનું છે. એટલા માટે ભગવાન જય જગન્નાથની આબરૂ રૂપી ધજા લઈને ગરુડ ઊડી જતાં જ્યોતિશાસ્ત્રના મતે આફતોનાં અશુભ એંધાણ વર્તાઈ રહ્યા છે.
જગન્નાથપુરી મંદિરની ટોચ પર વિશાળ ત્રિકોણાકાર દ્વાજ ફરકાવવામાં આવે છે જે લગભગ 20 ફૂટ લાંબો હોય છે.ભગવાન વિષ્ણુના દ્વાજને બદલવા વિષે એવું કહેવાય છે કે,જૂનો દ્વાજ નકારાત્મક ઉર્જા શોષી લે છે અને નવો દ્વાજ મંદિરમાં સ્કરાત્મક ઉર્જા પેદા કરે છે. ૐ નામો નારાયણાય
