
કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે દાખલ કરી. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ (ચાર્જશીટ) દાખલ કરી છે. આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ આજે દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ ચાર્જશીટ દાખલ કર્યા છે. જેનો કોંગ્રેસ પાર્ટી દેશભરમાંવિરોધ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ઈડીનો આરોપ છે કે કોંગ્રેસના નેતાઓએ એક ષડયંત્રના ભાગ રૂપે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને ખાનગી માલિકીની કંપની ‘યંગ ઇન્ડિયન’ દ્વારા માત્ર ₹50 લાખમાં તેની ₹2,000 કરોડની મિલકતો પર કબજો કરવા માટે હસ્તગત કરી હતી. સોનિયા અને રાહુલ આ કંપનીના 76% શેર ધરાવે છે. આ કેસમાં ‘ગુનામાંથી મળેલી આવક’ 988 કરોડ રૂપિયા છે એવું માનવામાં આવતું હતું. ઉપરાંત સંકળાયેલ સંપત્તિનું બજાર મૂલ્ય રૂ. 5,000 કરોડ છે. તે જણાવવામાં આવ્યું છે.આજે દેશભરમાં ED ઓફિસોની બહાર વિરોધપ્રદર્શન કરી રહી છે.
