
આજરોજ વક્ફ સુધારા કાયદા પર બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાની દલીલ શરૂ કરતાં કહ્યું હતું કે સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી. નવા વકફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100થી વધુ અરજીઓ કરાઈ છે જેમથી સુપ્રીમ કોર્ટ ફક્ત 5 મુખ્ય વાંધા પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદા વિરુદ્ધ કરાયેલી 70 અરજીને બદલે ફક્ત 5 અરજી દાખલ કરવી જોઈએ,એના પર જ સુનાવણી થશે.આ કેસની સુનાવણી CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કરી.કેન્દ્ર વતી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ દલીલ કરી, જ્યારે કપિલ સિબ્બલ, રાજીવ ધવન, અભિષેક મનુ સિંઘવી, સીયુ સિંઘે કાયદા વિરુદ્ધ દલીલો રજૂ કરી હતી.હવે મિલકતની સ્થિતિ બદલાશે નહીં, અને નવી નિમણૂકો પર રોક લાગશે..આ કેશમાં કેન્દ્ર સરકાર આગામી 7 દિવસમાં જવાબ આપશે.આ કેવ્શ્નિ વધુ સુનાવણી આગામી 5 મેના રોજ કરવામાં આવશે
.
